







ઉદ્યોગપતિ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને “ ગ્રીન ગુજરાત એવોર્ડ” એનાયત
નીલકંઠ સોલ્ટ ગ્રુપ,ગાંધીધામના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન પહેલ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ “ ગ્રીન ગુજરાત એવોર્ડ” એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન “ NEWS 18 GUJARATI” ચેનલ દ્વારા આયોજીત સમારોહમાં “શ્રી ડી. એમ. ઠાકર મેમ્બર સેક્રેટરી, GPCB” ના શુભ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
શ્રી દેવઈબેન કાનગડ દ્વારા નિલકંઠ સોલ્ટ ગ્રુપ મારફતે પર્યાવરણમૈત્રી ઉત્પાદન પદ્ધતિઓ, દરિયાના ખારામાં ચેરિયાના [મેન્ગ્રું] નું વાવેતર જે પર્યાવરણને મદદ્દરૂપ છે તે ઉપરાંત મીઠા ઉદ્યોગ માટે પણ ખુબ મહત્વનું છે તેના વાવેતર વિશેના આયોજન તથા મલ્વાર નીમ અને સેવનના ઉત્પાદન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. તેમની આગેવાની હેઠળ ગ્રીન એનર્જી, પ્રદુષણ ઘટાડો અને કુદરતી સંસાધનોના સરક્ષણ માટે અનેક નવી પહેલ કરવામાં આવી છે.
આ અવસર પર શ્રી દેવઈબેન કાનગડએ જણાવ્યું હતું કે અમે ભવિષ્યમાં પણ પર્યાવરણને બચાવવા માટે વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરતા રહીશું.
આ પ્રસંગે વિવિધ ઉદ્યોગપતિઓ તથા પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા.
