Sarpanch Smt. Devaiben Kangad was felicitated by the Setu Abhiyan organization for enhancing the prestige of the Gram Panchayat and the village by achieving 100% tax collection.

અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠન તથા સેતુ અભિયાન સંસ્થા આયોજીત તાલીમ કાર્યક્રમમાં નગાવલાડીયા ગ્રામ પંચાયત દ્વારા 2025-26 ના વર્ષનું 100% વેરા વસુલાત થતા સેતુ અભિયાન સંસ્થા તથા ગ્રામ પંચાયત સંગઠન દ્વારા સરપંચશ્રી દેવઈબેન કાનગડનું સન્માન કરાયું.

અંજાર તાલુકાના મોડેલ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોને 16 માં નાણાપંચ વિશે, VB G RAM G યોજના વિશે તથા ગ્રામસભા શા માટે જરૂરી છે તે બાબતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેશભાઈ છાંગા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા અધ્યક્ષ સ્થાનેથી સરપંચોને આગ્રહ પૂર્વક ગ્રામ વિકાસ બાબતે અને દરેક યોજના વિશે યોગ્ય માહિતી મેળવી કાર્ય કરવા જણાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત સ્વામિત્વ યોજના, વેરા વસુલાત વધારવાના રસ્તા, SCR વગેરે અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી.

તલાટીશ્રી તથા સરપંચશ્રી દ્વારા 100% વેરા વસુલાત થતા ગ્રામ પંચાયત તથા ગામનું ગૌરવ વધાર્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *