








































“નગાવલાડીયા ગામ ખાતે ક્લસ્ટરના વિકાસ માટે પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન”
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, જીલ્લા અને તાલુકા પંચાયતના પ્રતીનીધીશ્રીઓ, ગ્રામજનો તથા આજુબાજુના ગામના ક્લસ્ટરના વિસ્તારના લોકો સાથે જાહેર સભા કરી. જેમાં હાલના અનુભવાતા પ્રશ્નોના મુદ્દા, ભવિષ્યના વિકાસના મુદ્દાઓ તેમજ પર્યાવરણ જાળવણીના વિષયો પર ચર્ચા વિચારણાનું આદાન પ્રદાન કરી અને આવનારા સમયમાં હાથ ધરવામાં આવનાર વિષયોની સર્વસંમતીથી માર્ગરેખા નક્કી કરી. આ તમામ આયોજનમાં નગાવલાડીયા ગ્રામ પંચાયતે એક મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હતી. જેમાં ખેતીના વિકાસ માટે નર્મદા યોજનાની કામગીરી તથા માનનીય વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દરેક ગામમાં ઘન કચરો,પ્લાસ્ટિક તથા પ્રવાહી કચરાનું પુનઃ ઉપયોગ સુધીની યોજના તૈયાર કરવામાં આવી તેમજ ખેડૂતોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. આ સંપૂર્ણ કાર્યક્રમમાં સક્રિય સરપંચશ્રી દેવઈબેન કાનગડએ દરેક સરાહનીય મુદ્દા રજુ કર્યા તથા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધીઓ તથા પધારેલ દરેક હોદેદારોએ સકારાત્મક વલણ દાખવ્યું હતું. અને સરાહનીય મુદ્દા પર ચર્ચા કરી આગળ વધવાનો નિર્ણય કર્યો. આ ભવિષ્યની યોજનાઓમાં સરહદ ડેરીના ચેરમેન વલ્લમ્જીભાઈ હુંબલ તથા આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ રમાભાઈ કાનગડએ ક્લસ્ટરના લોકોને સાથ આપવાનું આહવાન કર્યું હતું.ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તેજાભાઈ સધાભાઈ કાનગડએ ગ્રામ્ય વિકાસમાં જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવાની ચેમ્બર વતી ખાતરી આપી હતી.સમગ્ર કાર્યક્રમમાં નગાવલાડીયા બાલિકા પંચાયતના સભ્યોની સક્રિય ભાગીદારી રહી હતી.
