અંજાર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિતે અંજાર તાલુકાના પાંચ ટીબી મુક્ત ગ્રામ પંચાયતનું સન્માન કરવામાં આવ્યું જેમાં નગાવલાડીયા ગ્રામ પંચાયત 2024 માં ટીબી મુક્ત જાહેર થયેલ હોવાથી નગાવલાડીયાના સરપંચ શ્રી દેવઈબેન કાનગડનું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, નિકક્ષય મિત્ર શ્રી વસંતભાઇ કોડરણી, વૈભવભાઈ કોડરણી તથા આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ અન્ય મહેમાનશ્રી હાજર રહ્યા હતા.
