Sarpanch Sri Devaiben Kangad as Chief Guest in Naga Valdia Primary School 26th January Republic Day Celebration

અંજાર તાલુકાના નગાવલાડીયા ગામની પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગામના સરપંચ શ્રી દેવઇબેન કાનગડ રહ્યા હતા. તલાટીશ્રી ક્રિષ્નાભાઈ,આરોગ્ય વિભાગના પૂજાબેન તથા રવિનાબેન, આંગણવાડી વિભાગના શિલ્પાબેન, ગ્રામ પંચાયતના સભ્યો તથા સમગ્ર ગ્રામજનો પ્રાથમિક શાળામાં દવજવંદન સમયે હાજર રહ્યા હતા. શાળાના શિક્ષકોએ બાળકોને ભણતર સાથે સંસ્કાર મળે તેવી સુંદર મજાની કૃતિઓ તૈયાર કરવી હતી તે માટે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા. શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા કુલ 18 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી જે ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી. સરપંચ શ્રી દેવઇબેન એ બંધારણ વિષે જણાવવા સાથે ગ્રામજનોને પોતાના બાળકોમાં કેવા સંસ્કાર આપવા તે બાબતે ધ્યાન દોર્યું હતું. તથા તલાટી શ્રી ક્રિષ્નાભાઈ એ પોતાની સ્પીચમાં દવજવંદન શા માટે કરવું જોઈએ તથા ધરતીકંપ સમયની યાદગીરી સાથે તે બાળકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સમગ્ર સંચાલન તથા આયોજન શાળાના આચાર્યશ્રી આશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *