






નવદુર્ગાના નોરતામાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડ એ મહિલા સશક્તિકરણના ભાગરૂપે દુર્ગા સ્વરૂપ અલગ અલગ ગામની મહિલા દીકરીઓને નગા વલાડીયા નવરાત્રીના પ્રાંગણમાં માતાજીના ગરબા ગાવાનો લાભ આપ્યો.જેથી તેઓ પોતાના સંગીતના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે અને નામના પ્રાપ્ત કરી આગળ વધતા રહે. આ નવરાત્રિમાં કણજરા ગામથી જશુબેન આહિર , માથક ગામથી કુંવરબેન આહિર , વીરા ગામથી કકુબેન આહિર, ભલોટ ગામથી શિલ્પાબેન આહિર તથા નગા વલાડીયા ગામની ત્રણ દીકરીઓ ગીતા ઝાટીયા, જરુ હર્ષિતા તથા ઝાટીયા ઝીલને અલગ અલગ દિવસે ગરબા ગાવાનો લાભ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.











દેવઈબેન કાનગડ તેની નવીન વિચારસરણી સાથે વલાડીયા ગામની પરંપરાગત નવરાત્રીને પણ એટલું જ માન આપે છે. ગામમાં બહેનો અને ભાઈઓ બંને ને ગરબા રમવા તથા ગરબા ગાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રથમ ભાઈઓ ગરબા ગાય અને રમે ત્યાર બાદ બહેનો ગરબા ગાય અને રમે. એમ નવરાત્રીના નવ દિવસ આખું નગા વલાડીયા ગામ નવરાત્રીના રંગમાં રંગાઇ જાય છે.













નગા વલાડીયાની નવરાત્રી એટલે પરંપરાગત + આધુનિક + વૈજ્ઞાનિક નવરાત્રી












jhvftchgvhg






