






ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામ આયોજીત જલ સંરક્ષણ અને જલ સંચય પ્રદર્શન મેળાનું બે દિવસીય અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સરપંચ સંઘના મહા સચિવ શ્રી દેવઈબેન કાનગડને સન્માનીત કરવામાં આવ્યા.દેવઈબેન દ્વારા અંતઃકરણથી ભાવિ પેઢી માટેની ચિંતા વ્યક્ત કરવામાં આવી. હાલમાં જે રીતે પાણીનો ઉપયોગ અને વ્યય થઈ રહ્યો છે એ મુજબ આપણું ભાવિ જોખમાય તેવી પરિસ્થિતિ ઊભી થાય એમ છે માટે આપણે આપણાં બાળકોને અત્યારથી જળ બચાવની બાબતમાં ધ્યાન દોરવાની જરૂર છે.
પાણી બચાવા માટેના અનેક રસ્તાઓ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવો, ગામમાં તળાવ ઊંડા કરાવી પાણી બચાવી શકાય છે તે ઉપરાંત દેવઈબેન દ્વારા હાઇડ્રોફોનિક ખેતી કરવાની પણ સલાહ આપવામાં આવી જેમાં જમીનમાં ખેતી કરતાં હાઇડ્રોફોનિક ખેતીમાં વગર જમીને ઓછા પાણીએ સારી ખેતી થઈ શકે છે. આજના સમયમાં જેમ ઘરમાં ઘી નો જરૂરિયાત મુજબ ઉપયોગ થાય છે તેમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા તથા અલગ અલગ કંપનીઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા. SRK INSTITUTE દ્વારા વરસાદી પાણીને કેવી રીતે સંગ્રહ કરી શકાય તે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો તથા ગુજરાત બ્રાન્ચના અમદાવાદથી પધારેલ સમિતિ દ્વારા નુક્કડ નાટક દ્વારા જળ સંરક્ષણ વિષે પ્રસ્તુતિ રજૂ કરાઇ હતી.સંપૂર્ણ આયોજન ચેમ્બરની મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું.








