



















“કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ”
અંજાર તાલુકાના નગા વલાડીયા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 19/04/2024 શુક્રવારના રોજ કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ, ગામની સંજીવની સમિતિના સભ્યો તથા આરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કિશોરીના સારા આરોગ્ય માટે જરૂરી સલાહ સૂચન તથા માનસિક અને શારીરિક ફેરફારો અને માસિક ધર્મ અંગે રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમના સભ્યશ્રી મીનાબેન દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શરીરમાં જરૂરી પોષક તત્વ યુક્ત ખોરાક અંગે જાણકારી તેમજ તમામ કિશોરીઓના લોહીની તપાસ,વજન અને ઊંચાઈ નોંધવામાં આવ્યા હતા. આવેલ દરેક કિશોરીઓને નાસ્તો તથા નોટબૂક-પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચશ્રી દ્વારા દીકરીઓની ઊંચાઈ અને વજન બાબત ચિંતા વ્યક્ત કરાઇ હતી. તથા નિરાકરણ બાબતે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરાઇ હતી. દરેક કિશોરીના વજન,ઊંચાઈ અને લોહીની ટકાવારી મુજબ તેને જરૂરી દવા આપવામાં આવી હતી.
