Panchayat with Good Governance
adolescent health program
“કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંજાર તાલુકાના નગા વલાડીયા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 19/04/2024 શુક્રવારના રોજ કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ, ગામની સંજીવની સમિતિના સભ્યો તથા આરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કિશોરીના સારા આરોગ્ય માટે જરૂરી સલાહ સૂચન તથા માનસિક અને શારીરિક ફેરફારો અને …
NAGAVALADIYA GRAM SABHA
નગાવલાડીયા ગ્રામસભા સરકારશ્રી ના આદેશ મુજબ તારીખ ૨૯/૦૨/૨૦૨૪ ગુરુવારના સવારે ૧૧:૦૦ વાગ્યે નગાવલાડીયામાં ગ્રામ સભાનું સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ તથા તલાટીશ્રી ક્રિષ્નાભાઈ સૂંઢા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો જોડાયા હતા. ગ્રામસભાનું મુખ્ય ઉદેશ્ય (PDI)પંચાયત વિકાસ સૂચક આંક પોર્ટલની માહિતી ગ્રામજનોને આપવા તથા PDI ને બહાલી આપવા માટેનું હતું. તલાટીશ્રી ક્રિષ્નાભાઈ દ્વારા PDI વિષેની …
NAGAVALADIYA CREATES HISTORY BY ARRANGING “25TH SAMUH LAGN”
SILVER JUBILEE નગા વલાડીયા ગામમાં સમૂહ લગ્નનો ૨૫ માં વર્ષમાં પ્રવેશ અંજાર તાલુકાના નગાવલાડીયા ગામમાં ૨૪ વર્ષથી ગામના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થાય છે. અને આ વર્ષે ૨૭/૦૨/૨૦૨૪ મંગળવારના શુભ દિવસે સમૂહ લગ્નનો ૨૫ માં વર્ષમાં પ્રવેશ. તેમાં સરપંચશ્રી દ્વારા સમૂહ લગ્નનું ૨ દિવસનું જમણવાર સાથેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું તથા …
NAGAVALADIYA CREATES HISTORY BY ARRANGING “25TH SAMUH LAGN” Read More »
DEDICATED TO NATION – 2024
એડવાન્સ વિલેજના એડવાન્સ ગ્રામ પંચાયતનું લોકાર્પણ અંજાર તાલુકાના નગાવલાડીયા ગામમાં તારીખ ૨૫/૦૨/૨૦૨૪ રવિવારના શુભ દિવસે નવનિર્મિત પંચાયત ઘરના લોકાર્પણ સાથે સમગ્ર નગાવલાડીયા ગામમાં CCTV કેમેરાનું લોકાર્પણ, તથા નગાવલાડીયાની નવી વેબસાઇટનું લોન્ચિંગ અને પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમના ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આહીર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા નીલકંઠ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડમાંથી નવું …
ફરતું પશુ દવાખાનું (એમ્બ્યુલન્સ ) 1962
અબોલા જીવ માટે સેવા પ્રવૃતિ પશુ એમ્બ્યુલેન્સ 1962 નું નવું કલસ્ટર શરૂ કરાવતા હર્ષની લાગણી વિધાન સભાની રૂબરૂ મુલાકાત લઈ મુખ્યમંત્રી ,કૃષિમંત્રી,ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા કચ્છના તમામ ધારાસભ્યો તેમજ શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા (અંજાર તાલુકા ભાજપ પ્રમુખ)નગાવલાડીયા વિસ્તારના આઠ ગામોમાં નગાવલાડીયા,બીટા વલાડીયા,વીરા,સંઘડ,માથક,તુણાં,રામપર અને કુંભારિયામાં પશુ એમ્બ્યુલેન્સ માટે સાથે મળી રજૂઆત કરી અને સરકારશ્રી દ્વારા તે માંગણી …
વિધાનસભા મુલાકાત
મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ માટે ગામની મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. અને વિધાનસભાના અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. દરેક મહિલાઓએ વિધાનસભાની જીવંત કાર્યવાહી નિહાળી હતી.
૨૫ વર્ષથી થતાં સમૂહલગ્નનું સફળ આયોજન
25 વર્ષથી થતાં સમૂહ લગ્નનું સફળ આયોજન ગામમાં 25 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે. સરપંચશ્રી દ્વારા ગ્રામજનોને સમૂહ લગ્નનું સંપૂર્ણ ખર્ચ આપવામાં આવે છે. તથા સરકારના નિયમોનું પાલન કરવામાં આવે છે.અને દરેક સમૂહ લગ્નનું 100% રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે.
સેનેટાઈઝેશન
કોરોનાકાળથી સેનેટાઇજેશન કોરોનાકાળથી લઈને નિયમિત રીતે ગામમાં સેનેટાઈઝેશન અને ફ્યુમીગેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
મધ્યાહન ભોજન
મધ્યાહન ભોજન આંગણવાડી તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોના શારીરિક વિકાસ બાબતે યોગ્ય ખોરાક મળી રહે તે માટે મધ્યાહન ભોજનની સુવિધા સરકારની ગાઈડ લાઇન મુજબ ચાલુ છે.અને તેમાં સમયાંતરે સરપંચશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવે છે.
