મમતા ઘર
મમતા ઘર કિશોરી તથા માતાઓના આરોગ્ય માટે મમતા ઘર બનાવવામાં આવ્યું છે તેમાં સારવાર ઉપરાંત અન્ય તાલીમ તથા ઉપયોગી માહિતીના ઓડિયો વિઝ્યુલ દ્વારા બતાવવા માટે ટીવી ની સગવડ પણ કરવામાં આવી છે.
મમતા ઘર કિશોરી તથા માતાઓના આરોગ્ય માટે મમતા ઘર બનાવવામાં આવ્યું છે તેમાં સારવાર ઉપરાંત અન્ય તાલીમ તથા ઉપયોગી માહિતીના ઓડિયો વિઝ્યુલ દ્વારા બતાવવા માટે ટીવી ની સગવડ પણ કરવામાં આવી છે.
મધ્યાહન ભોજન આંગણવાડી તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોના શારીરિક વિકાસ બાબતે યોગ્ય ખોરાક મળી રહે તે માટે મધ્યાહન ભોજનની સુવિધા સરકારની ગાઈડ લાઇન મુજબ ચાલુ છે.અને તેમાં સમયાંતરે સરપંચશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવે છે.
અન્નપૂર્ણા યોજના જરૂરિયાતમંદ અને વૃદ્ધ લોકો માટે દરરોજ બે ટાઈમ ટિફિન સેવા આપવામાં આવે છે. જેથી તેઓ આરામદાયક વૃદ્ધાવસ્થા તથા પોષણ યુક્ત આહાર મેળવી શકે.
શ્વેતક્રાંતિ દ્વારા રોજગારી ગામમાં દૂધની ડેરી શરૂ કરવામાં આવેલ છે જેથી ગામના પશુપાલકોને આવક પણ પ્રાપ્ત થાય અને ઉચ્ચ ગુણવતાયુક્ત દૂધ ગામના અને અન્ય લોકોને મળી રહે.
ગૌશાળા તથા નંદીપુરમ ગામમાં ગાયો માટે ગૌશાળા તથા નંદી માટે નંદિપુરમની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં તેમને સમય અનુસાર સૂકો તથા નીલો ચારો આપવાની પણ અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મનુષ્યની જેમ ફળનો પણ વંશવેલો સાચવવાનો પ્રયત્ન અંજાર તાલુકાના શ્રી નગા વલાડિયા ગામના સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ દ્વારા તારીખ 16/07/2022 ના સવારે વૃક્ષારોપણ માટે ગામના લોકોમાં છાંયો આપતા ઝાડ તેમજ ફળના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દરમિયાન શ્રી દેવઈબેનનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે છાંયો આપતા વૃક્ષોનું વાવેતર તો બધા કરે છે પણ …
જલક્રાંતિ પ્રોજેક્ટ 1] વોટર શેડ સ્કીમ અંતર્ગત ગામની તમામ તલાવળીયો ઊંડી કરી પાણી સંગ્રહ શક્તિ વધારી જેના કારણે શિયાળુ પાક લઈ શકાય છે. 2] વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા (2) બે બોર બનાવવામાં આવ્યા છે. 3] ગ્રામજનો માટે RO પ્લાન્ટની સુવિધા રાખવામાં આવી છે. 4] ઘર ઘર નળ યોજનામાં 100% કામ થયેલ છે.
કચ્છ જિલ્લા અંજાર તાલુકાની દક્ષિણ બાજુએ સમુદ્ર તટે આવેલું નગાવલાડીયા ગામ 1500 વસ્તી ધરાવે છે. નગાવલાડીયા ગામના અક્ષાંશ 23.3, રેખાંશ 72.63 છે. મુખ્યત્વે આહિર,દલિત,રાવલ,ગૌસ્વામી,સુથાર,મુસ્લિમની વસ્તી ધરાવતા ગામમાં 95% વસ્તી આહિર બક્ષીપંચ (OBC)ની છે.ખેતી,પશુપાલન અને વાહન ચાલકના વ્યવસાય સાથે જોડાયેલા આ ગામમાં વરસાદ આધારીત ખેતી થાય છે. મુન્દ્રા પોર્ટથી 35 કિ.મી. તેમજ કંડલા પોર્ટથી 45 કિ.મી. …