












પોષણ ઉત્સવ ની ઉજવણી
આંગણવાડી વિભાગ દ્વારા પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી . જેમાં નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ તથા નગાવલાડીયાના સભ્યશ્રીઓ ઉપરાંત નગા વલાડીયા ના CHO સાહેબ, આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર અંજાર સેજામાંથી આરતીબેન જોશી ,ખેડોઈ સેજા માંથી સવિતાબેન વણકર અને અંજાર સેજા માંથી આશાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ નાની-નાની બાળાઓ દ્વારા તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી દીપ પ્રાગટ્ય કરી . મિલેટસ અને ટી એચ આર ના પેકેટ માંથી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વાનગીઓ બનાવવામાં આવી હતી તેનું સુપરવાઇઝર બહેનો અને દેવઈબેન એ નિરીક્ષણ કર્યું અને પછી સાથે મળી અને મિલેટ્સ માંથી ત્રણ નંબર અને Thr માંથી ત્રણ નંબર આપી અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.
