An executive meeting of the National Sarpanch Sangh was held in Jaipur.

રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારી બેઠક જયપુર ખાતે યોજાઈ

જયપુર, તા. 10 ઓગસ્ટ, 2026:
રાષ્ટ્રીય સરપંચ સંઘની મહત્વપૂર્ણ કાર્યકારી બેઠક આજે જયપુર ખાતે રાષ્ટ્રીય સ્તરે યોજાઈ હતી. બેઠકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત,હિમાચલ પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા સહિત વિવિધ રાજ્યોના સરપંચ સંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા તેમજ દેશભરના સરપંચોના હિતોને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ચર્ચા થઈ:

  1. સરપંચોના માનદ વેતન અંગે ચર્ચા:
    વિવિધ રાજ્યોમાં સરપંચોને મળતા માનદ વેતનમાં રહેલી અસમાનતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરપંચોને તેમના જવાબદારીભર્યા કાર્યને અનુરૂપ યોગ્ય અને સન્માનજનક માનદ વેતન મળે તે માટે રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા અંગે ચર્ચા કરવામાં આવી.
  2. G ram G યોજના અંગેના પ્રશ્નો:
    G ram G યોજના અંતર્ગત ગ્રામ પંચાયતો અને સરપંચોને પડતી વિવિધ મુશ્કેલીઓ, યોજનાના અમલીકરણ દરમિયાન ઊભા થતા પ્રશ્નો તેમજ તેના સરળ અને અસરકારક અમલીકરણ અંગે સભ્યો દ્વારા પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
  3. સરપંચ સંઘના મહત્વના મુદ્દાઓ:
    દેશભરના સરપંચો સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો, ગ્રામ પંચાયતોને વધુ સત્તા અને સુવિધાઓ આપવી, સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થાને મજબૂત બનાવવી તેમજ સરપંચોના હક્કો અને અધિકારોને વધુ અસરકારક રીતે સરકાર સમક્ષ રજૂ કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ પોતાના રાજ્યોમાં પંચાયતો અને સરપંચોને પડતી સમસ્યાઓ તથા સ્થાનિક સ્તરે થઈ રહેલા સારા પ્રયાસો અંગે માહિતી અને સૂચનો રજૂ કર્યા હતા.

રાષ્ટ્રીય સરપંચ સંઘના અધ્યક્ષ શ્રી જયરામ પાલસાણિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંઘના જનરલ સેક્રેટરી શ્રીમતી દેવઈબેન અરજણભાઈ કાનગડ સહિત વિવિધ રાજ્યોના પદાધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો.

બેઠકના અંતે દેશના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ, ગ્રામ પંચાયતોને વધુ સશક્ત બનાવવા અને સરપંચોના હિતોના રક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠિત અને અસરકારક રીતે કામગીરી આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *