




























ડાંગ જીલ્લામાંથી પધારેલ સરપંચ તથા સભ્યો દ્વારા નગાવલાડીયા” THE ADVANCE VILLAGE” ની ગ્રામ પંચાયતમાં પંચાયતના સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટીશ્રી ક્રિષ્નાભાઈ, સભ્યો તથા બાલિકા પંચાયતના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ મહેમાનોએ ગ્રામ પંચાયત ઉપરાંત ગામની પ્રાથમિક શાળા, આંગણવાળી, લાઈબ્રેરી, આરોગ્ય વિભાગ, સહકારી મંડળી, ગૌ શાળા તથા અન્ય વિભાગોની મુલાકાત લઇ સારી એવી પ્રેરણાલક્ષી તથા વિકાસલક્ષી માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા. દેવઈબેનએ ગામના અન્ય કર્યો સાથે સામાજીક કુરિવાજો સામે લડત લડી કેમ આગળ વધવું તેના વિષે માહિતી આપી હતી. તથા નીલકંઠ ગ્રુપના ચેરમેન શ્રી અરજણભાઈ કાનગડ એ સરકારી યોજનાના લાભ પોતાના ગામ સુધી કેમ પહોચાડવા તેના વિષે માર્ગદશન આપ્યું હતું.
આ પ્રેરણા પ્રવાસના આયોજનમાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત સંસ્થાના ગાવિત કૈલાસભાઈ વિનેસભાઈ પોસ્ટ, ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝર તથા સેતુ અભિયાન સંસ્થાના કિરીટભાઈનો ખુબ જ સહયોગ રહ્યો હતો. ડાંગ જીલ્લામાંથી ચિંચલી, ડોન , માંદલબારી, ગડદ, તકલીપાળા, રાવચોંડ, ઈશદર, વગેરે ગામોમાંથી સરપંચ તથા સભ્યો પધાર્યા હતા. નગાવલાડીયાના લાઈબ્રેરીયન વીણાબેન, પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર દયાબેન , આરોગ્ય વિભાગના અસ્મિતાબેન તથા પ્રદીપભાઈ, સહકારી મંડળીના અનિલભાઈ તથા ગ્રામજનોએ જોડાઈને ગામની શોભા વધારી હતી.
