Nutritional Cooking Competition organized by Naga Valadiya Balika Panchayat

નગાવલાડીયા બાલિકા સરપંચ તથા સભ્યો આયોજીત પૌષ્ટિક રસોઈ સ્પર્ધા

ગામની મહિલા દીકરીઓ પોતે અને પોતાના પરિવાર સાથે પૌષ્ટિક અને ઓર્ગેનિક આહાર તરફ આગળ વધે તથા ગામના લોકોના જીવન ધોરણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના પ્રયાશ રૂપે નગા વલાડીયામાં રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 20 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. અમુક નિયમો સાથે જેમકે કોઈ રેડીમેડ વસ્તુ, ખાંડ, મેંદો વગેરે સ્વાસ્થ્યને નુકશાનકારક વસ્તુઓનો નહિવત ઉપયોગ કરવો તથા તેના બદલે ગુણકારી વસ્તુ વાપરી ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક વસ્તુઓ બનાવવામાં આવી હતી.

આ સ્પર્ધામાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડ, પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.તથા નિર્યાયક તરીકે શ્રી સુરભી આહીર તથા અંજલી કાનગડએ ખૂબ જ તટસ્થ રીતે નિર્ણય લીધા હતા. તે ઉપરાંત ગામની મહિલાઓને you tube ચેનલ અને પોતાના રસોઈના વિડીયો બનાવી આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *