Under the leadership of Sarpanch Dewaiben Kangal, a meeting was organized by Setu Sanstha in Nagvaldiya village to explain the participation of women in rural development.

સરપંચ શ્રી દેવઇબેન કાનગડના નેતૃત્વ હેઠળ સેતુ સંસ્થા દ્વારા ગ્રામ વિકાસમાં મહિલાઓની ભાગીદારી તથા આપ્પતિ સમયે કેવી રીતે રક્ષણ મેળવવું તેની માહિતી આપતું સેમિનાર યોજવામાં આવ્યું. જેમાં સેતુ અભિયાનના કિરીટભાઈ તથા લતાબેન સચદેએ ગામની મહિલાઓને ખૂબ જ સારી સમજણ આપી.

                          ગ્રામ પંચાયત કેમ બને,બંધારણ એટલે શું,મૂળભૂત અધિકાર વિશે,સમિતિ કેમ બનાવવી,GPDP માં બહેનોનો વધુ ફાળો,કુદરતી આફતો સમયે શું કરવું જોઈએ વગેરે અન્ય ખૂબ જ સારી સમજણ આપી હતી. તથા ગામની દરેક મહિલા દિકરીઓએ ખૂબ જ સારો સહકાર આપ્યો.

                 આ મિટિંગમાં બાલિકા સરપંચ તથા બાલિકા પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *