








ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત મીઠા મા કામ કરતા કામદારોમાં મહિલાઓની ભાગીદારી વિષય પર યોજાયેલા સેમિનારના મુખ્ય મહેમાન પદેથી બોલતા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહાસચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ એ મહિલાઓના આરોગ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
તારીખ 1 ઓક્ટોબર,2024 ના ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ માં જેન્ડર રિસોર્ટ સેન્ટર દ્વારા વિવિધ શ્રમલક્ષી કાર્યમાં મીઠાના અગરમાં કામ કરતી મહિલા કામદારો માટેની સમાનતાની બાબતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેવઈબેન કાનગડ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
જેમાં શ્રીમતી દેવઈબેન કાનગડ મીઠા ઉત્પાદક તરીકે પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે મીઠાના ઉત્પાદનમાં કામ કરતી મહિલાઓ બીજા ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ કરતા અલગ હોય છે. તેઓ હંમેશા જોડીમાં એટલે કે પતિ પત્ની સાથે જ કામ કરતા જોવા મળે છે અને તેમને રાશન પાણી ની ખરીદી માટે અઠવાડિયે એક દિવસ જ જવાનું હોય છે તેથી તે લીલા શાકભાજી કે ફળનો આહારમાં દરરોજ ઉપયોગ કરી શકતા નથી તેથી તેમને યોગ્ય અને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે આપણે ખાસ વિચારવું જોઈએ અને જો સરકાર સાથ આપે તો તેમને યોગ્ય કેલરી યુક્ત આહાર મળી રહે તથા દર છ મહિને તેમના માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવું જોઈએ જેથી તેમના શરીરમાં રહેલી ઉણપને દૂર કરી શકાય. આગરીયાઓ માં દ્રષ્ટિ વિશેના પ્રશ્નો ઊભા થતા હોય છે એટલે કે બપોરના સમયે મીઠામાં એટલું તેજ હોય છે કે તેઓ બપોરના સમયે મીઠામાં કામ કરી શકતા નથી અને જો કરે તો રાતના સમયે રંગ ઓળખવામાં તકલીફ જોવા મળે છે તેથી હવે ના સમયમાં દરેક આગરીયાઓ વહેલી સવારે અથવા સાંજે કામ કરતા જોવા મળે છે બપોરના સમયે મીઠામાં કામ કરી શકાય નહીં. આવી તકલીફ માટે પણ મેડિકલ કેમ્પ કરી સારવાર આપવી જોઈએ.
દેવઈ બેન એ મીઠાના પોતાના એકમના પોતાના વર્ષો જુના સંસ્મરણો યાદ કર્યા તથા જેન્ડર રિસોર્ટ સેન્ટર અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનો આભાર વ્યક્ત કર્યો.
