પાર્લર ક્લાસ










કમ્પ્યુટર ક્લાસ







સીવણ ક્લાસ







નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગામની મહિલા દીકરીઓને તેમના રસ ધરાવતા વિષયમાં જ્ઞાન પીરસી સ્વ રોજગારી અપાવવાનો આદર્શ પ્રયાસ.
નગા વલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા મહિલા સશક્તિકરણના આદર્શ વિચાર સાથે ગામની 100 જેટલી મહિલા દીકરીઓને સીવણ ક્લાસ, પાર્લરના ક્લાસ તથા કમ્પ્યુટર ક્લાસના 3 મહિનાના કોર્ષ કરાવી દરેકને રોજગારી મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે.
ગામમાં દરેક ફરિયામાં “ચાય પે ચર્ચા” અંતર્ગત મહિલા દીકરીઓ સાથે મિટિંગ કરી અને તેમની ઈચ્છા તથા કામ પ્રત્યેની રુચિ જાણી તેમને જે વિષયમાં રસ હોય તે વિષય અનુસાર ક્લાસીસ કરાવવામાં આવ્યા ક્લાસીસ પૂર્ણ થયા પહેલા જ તેમના માટે સિલાઈ અને ભરતકામના ઓર્ડર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. “મારુ ગામ એજ મારો પરિવાર” ને સાર્થક કરતું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ જેમાં દેવઈબેનની એવી ઈચ્છા છે કે ગમે તેટલા સધ્ધર પરિવારની બહેન દીકરી હોય પણ તેનામાં એટલી આવડત તો હોવી જ જોઈએ કે તે મહિને ઓછામાં ઓછા 15000/- થી 20000/- તો કમાઈ જ શકે અને પોતાને તથા પોતાના પરિવારને સમય આવતા મદદરૂપ થઈ શકે.














