





















કોમન વેલ્થના 47 રાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને મહિલા તાલીમકાર તરીકે સન્માનીત કરાયા.
CLGF, RSCD તથા કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા આયોજીત સંમેલન કાર્યક્રમમાં નગા વલાડીયાના સરપંચ, અંજાર તાલુકા સરપંચ સંઘઠનના પ્રમુખ તથા રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને પંચાયતી રાજમાં સક્રિય ભાગીદારી બાબતે મહિલાઓને તાલીમ આપી તે બદલ સન્માનીત કરવામાં આવ્યા. ઘરમાં રહેતી મહિલાઓ આગળ વધે તથા સરપંચ કે સભ્ય પદ પરથી મહિલાઓ પોતાના કાર્યમાં રુચિ લે અને નિષ્ઠાથી કામ કરે તે માટેની તાલીમ આપવામાં આવી હતી. દેવઈબેન દ્વારા 15 થી વધુ ગામડાઓની મહિલાઓને આ તાલીમ આપવામાં આવી હતી. તથા નગા વલાડીયાના પંચાયતના સભ્યોને પણ આ તાલીમ આપી હતી.
કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સરપંચ શ્રી દેવઈબેન તથા પંચાયતના સભ્યોને સન્માનીત કરાયા અને “સ્વ થી સંવિધાન” સુધીના સફરમાં આગળ વધવા પ્રોત્સાહિત કરાયા હતા.
