















“ક્રિકેટના રાષ્ટ્રીય પ્રવાહમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારોને જોડતું નગા વલાડીયા ગામ”
(કચ્છમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરતા સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ)
નગા વલાડીયા ગામ મધ્યે જમણા માં સ્પોર્ટ્સ ક્લબ ટ્રસ્ટ આયોજીત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ ( નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ) નું ભવ્ય આયોજન નગા વલાડીયા આહિર યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યું.07 માર્ચ,2024ના ભવ્ય શુભારંભ સમારોહથી શરૂ થયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 45 ગ્રામ્ય વિસ્તારની 72 ટીમોએ ભાગ લીધો હતો તથા 23 માર્ચના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઝરપરા તેમજ અંતરજાળ ગામના ખેલાડીઓ વચ્ચે રમાઈ હતી. જેમાં સમુદ્ર ઇલેવન ઝરપરા ટીમ વિજય પ્રાપ્ત કરેલ છે. તથા ઉપવિજેતા ટીમ ટ્રોફી શિવમ ઇલેવન અંતરજાળ ટીમ એ પ્રાપ્ત કરેલ છે, મેન ઓફ ધ સીરીઝ શિવરાજ ગઢવીએ પ્રાપ્ત કરેલ છે તથા બેસ્ટ બેટ્સમેન ની ટ્રોફી મોહન ગેલવા એ પ્રાપ્ત કરેલ છે અને બેસ્ટ બોલર ની ટ્રોફી નારણભાઈ વેજાણી એ મેળવેલ છે તથા બેસ્ટ ફિલ્ડર ની ટ્રોફી રોહિત ઉમરાણીયા એ મેળવેલ છે. આ ફાઇનલ ટુર્નામેન્ટમાં જમણામાં સ્પોર્ટ્સ ક્લબના ચેરમેન તથા XCMG ના ડાયરેક્ટર શ્રી મિહિરભાઈ તેજાભાઈ કાનગડ, તેજાભાઈ રમાભાઈ કાનગડ -પ્રમુખશ્રી સમસ્ત કચ્છ આહીર સમાજ, દેવઈબેન અરજણભાઈ કાનગડ-સરપંચ શ્રી નગાવલાડિયા ગ્રામ પંચાયત,અરજણભાઈ સધાભાઈ કાનગડ- નીલકંઠ ગ્રુપ ઓફ કંપની ના ડાયરેક્ટ,ખેંગારભાઈ ડાંગર- પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, મહેશભાઈ આહીર- સરપંચ શ્રી વીરા ગ્રામ પંચાયત ઉપસ્થિત રહ્યા હતા.ગામના સરપંચશ્રી દ્વારા આવતા વર્ષે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.ટુર્નામેન્ટમાં કોમેન્ટરી તથા સંચાલન માટે પ્રસિદ્ધ ક્રિકેટ કોમેન્ટર હરેશભાઈ ગઢવીએ સેવા આપી હતી.આ ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ.તથા આ મેચની વિશેષતા એ હતી કે તેમાં વધુને વધુ મહિલા પ્રેક્ષકો પધારેલ હતા.સંપૂર્ણ આયોજન તથા સંચાલન ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
