





અનુભવ ગાથા
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વીમેન ડેવલોપમેન્ટ સેલ તથા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજના સયુક્ત ઉપક્રમે પ્રેરણાદાયી અનુભવ ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સરપંચ સંઘના રાષ્ટ્રીય સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ તથા માઉન્ટ એવરેસ્ટ આરોહી મહિલા શ્રી ચેતનાબેન શાહ અતિથિ વિશેષ રહ્યા હતા.શ્રી દેવઈબેન જે પોતે જ પોતાના વિચારોથી મહાન હસ્તી છે. મહિલા સશક્તિકરણ માટે સતત તત્પર રહેનાર આ હસ્તીએ અનેક એવા નિર્ણયો લીધા છે જે ખૂબ જ સરાહનીય છે. જ્યારે તેમની સાથે ચેતના બેનએ ગુજરાતનું ગૌરવ છે. તેમણે 2015-16 માં માઉન્ટ એવરેસ્ટ પર જઈને ભારતનો જંડો લહેરાવ્યો હતો. બંને વક્તા ખૂબ જ સંઘર્ષ સાથે ખૂબજ ઉચાઈએ પહોંચ્યા છે.
