international yoga day celebration in naga valadiya gram panchayat

સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ નગા વલાડીયા ગ્રામ પંચાયત દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ સોઢા (કચ્છ જિલ્લા કોઓર્ડીનેટર, યોગ બોર્ડ ગુજરાત- ગાંધીનગર), પ્રો.સુરભી આહીર (યોગ ટ્રેનર), ધારા આહીર (યોગ ટ્રેનર)ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા નગાવલાડીયાના ગ્રામજનોને યોગ આસન અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.

         આપણાં જીવનમાં યોગ કેટલું મહત્વનું છે યોગથી માનસિક અને શારીરિક વિકાસ થાય છે. ભૂપેન્દ્ર સિંહ સોઢા દ્વારા ગામના લોકોને તન અને મન એ બંનેને સ્વસ્થ રાખવા યોગ તથા યોગ્ય આહાર વિષેની સમજૂતી અપાઈ હતી. પ્રો. સુરભી આહીર તથા ધારા આહીર દ્વારા પણ ગ્રામજનોને યોગ અને પ્રાણાયામને ફક્ત એક દિવસ ન કરતાં પોતાની જીવન શૈલીમાં ઉતારવાની વાત કરાઇ હતી.  

1 thought on “international yoga day celebration in naga valadiya gram panchayat”

Leave a Reply to Arjan Cancel Reply

Your email address will not be published. Required fields are marked *