DEDICATED TO NATION – 2024

એડવાન્સ વિલેજના એડવાન્સ ગ્રામ પંચાયતનું લોકાર્પણ

અંજાર તાલુકાના નગાવલાડીયા ગામમાં તારીખ ૨૫/૦૨/૨૦૨૪ રવિવારના શુભ દિવસે નવનિર્મિત પંચાયત ઘરના લોકાર્પણ સાથે સમગ્ર નગાવલાડીયા ગામમાં CCTV કેમેરાનું લોકાર્પણ, તથા નગાવલાડીયાની નવી વેબસાઇટનું લોન્ચિંગ અને પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમના ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આહીર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા નીલકંઠ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડમાંથી નવું પંચાયત ઘર ફર્નિચર સાથે તથા સમગ્ર ગામમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તથા SRK INSTITUTE ના સહયોગથી વેબસાઇટ બનાવવામાં આવી છે. પ્રાથમિક શાળામાં સરકારશ્રીના સહયોગથી ૧૫ કોમ્પ્યુટર મળેલ છે. તથા નીલકંઠ સોલ્ટ ઓફ કંપની દ્વારા કમ્પ્યુટર રૂમ બનાવી આપવામાં આવેલ છે.

ગામના સરપંચશ્રીની દેવઈબેન અરજણભાઈ કાનગડએ સમગ્ર ગામમાં અનેક કાર્ય પ્રવૃતિઓમાં અત્યાધુનિક અને  એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. વર્ટીકલ હાઈડ્રોપોનીક ફાર્મિંગ ,સેનેટરી પેડના મશીન,RO પ્લાન્ટ વગેરે અનેક એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેથી ૨૫ ફેબ્રુઆરીથી નગાવલાડીયા ગામને “ધ એડવાન્સ વિલેજ”નું ઉપનામ આપવામાં આવ્યું છે તથા નગાવલાડીયા ગ્રામ પંચાયતને “નગાવલાડીયા ગ્રામ સચિવાલય” નામ આપવામાં આવ્યું છે.

આ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં પરમ પૂજનીય મહંત શ્રી ભરતડાડા ,માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા- ધારાસભ્યશ્રી અંજાર,માનનીયશ્રી અનિરુધ્ધ દવે – ધારાસભ્યશ્રી માંડવી,શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગડ-પ્રમુખશ્રી આહીર મંડળ,શ્રી લક્ષ્મીચંદજી યાદવ-ભારતીય જનસેવા મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ(દિલ્લી),શ્રી સતેન્દ્ર યાદવ –ભારતીય જનસેવા મિશન પ્રદેશ અધ્યક્ષ (દિલ્લી), શ્રી રામસિંઘ યાદવ-પ્રમુખશ્રી ગાંધીધામ યાદવ સમાજ, શ્રી વેલાભાઈ જરૂ-APMC ચેરમેન, શ્રી દુદાભાઈ આહીર APMC, શ્રી શંભુભાઈ મ્યાત્રા-પ્રમુખશ્રી ભાજપ અંજાર તાલુકા ,શ્રી સંદીપભાઈ આહીર –સભ્યશ્રી તાલુકા પંચાયત,શ્રી વી. કે. હુંબલ,શ્રી હેમચંદ્ર યાદવ –ગાંધીધામ ટીંબર એસોશિએસન, નગાવલાડીયા ગામની આજુબાજુના ગામના સરપંચશ્રીઓ,તલાટીશ્રી,સરપંચ સંગઠનના સભ્યો,મહિલા સંગઠનના સભ્યો, વગેરે અનેક મહાનુભાવો જોડાયા હતા.

સરપંચશ્રી દેવઈબેન કાનગડ તથા સભ્યો દ્વારા આહીર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા નીલકંઠ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડનો તેમનું નવા પંચાયત ઘરનું સપનું સાકાર કરવા બદલ આભાર વ્યક્ત કરાયો.

2 thoughts on “DEDICATED TO NATION – 2024”

Leave a Reply to Hasamukh Myatra Cancel Reply

Your email address will not be published. Required fields are marked *