ગામની દિકરીઓ અને મહિલાઓ માટે સેનેટરી પેડના મશીન મૂકવાનું નિર્ણય

ગામની દીકરીઓ અને મહિલાઓ માટે સેનેટરી પેડના મશીન મૂકવાનો નિર્ણય   12 વર્ષથી 22 વર્ષ વચ્ચેની દીકરીઓને મળી તેમની સાથે મિટિંગ કરી અને તેમની માટે સેનેટરી પેડની સમજણ તથા ઉપયોગની માહિતી ડોક્ટર દ્વારા આપવામાં આવી તથા સેનેટરી પેડનું ખાસ મશીન ગામમાં મૂકવામાં આવ્યું છે જેમાં એક રૂપિયાનો સિક્કો નાખવાથી તેમાથી એક પેડ બહાર આવે છે.

વિધવા બહેનોના પહેરવેશની રૂઢિચુસ્ત પ્રથાનો રંગીન ઓઢણીથી અંત

વિધવા બહેનોના પહેરવેશની રૂઢિચુસ્ત પ્રથાનો રંગીન ઓઢણીથી અંત    તેમણે સૌ પ્રથમની મહિલા મિટિંગમાં વિધવાઓ માટેનો પોતાનો વિચાર રજુ કર્યો જેમાં વિધવા સ્ત્રીએ પણ રંગીન કપડા અને દાગીના પહેરવા.અને એ બાબતમાં ગામના દરેક વ્યક્તિએ સાથ અને સહકાર આપ્યો.હાલમાં ગામની દરેક ગંગા સ્વરૂપ મહિલાઓ પણ આ રંગીન કપડા પહેરે છે અને તહેવાર પ્રસંગે દાગીના પણ પહેરે …

વિધવા બહેનોના પહેરવેશની રૂઢિચુસ્ત પ્રથાનો રંગીન ઓઢણીથી અંત Read More »

મમતા ઘર

મમતા ઘર કિશોરી તથા માતાઓના આરોગ્ય માટે મમતા ઘર બનાવવામાં આવ્યું છે તેમાં સારવાર ઉપરાંત અન્ય તાલીમ તથા ઉપયોગી માહિતીના ઓડિયો વિઝ્યુલ દ્વારા બતાવવા માટે ટીવી ની સગવડ પણ કરવામાં આવી છે.

મધ્યાહન ભોજન

મધ્યાહન ભોજન આંગણવાડી તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોના શારીરિક વિકાસ બાબતે યોગ્ય ખોરાક મળી રહે તે માટે મધ્યાહન ભોજનની સુવિધા સરકારની ગાઈડ લાઇન મુજબ ચાલુ છે.અને તેમાં સમયાંતરે સરપંચશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવે છે.

અન્નપૂર્ણા યોજના

અન્નપૂર્ણા યોજના   જરૂરિયાતમંદ અને વૃદ્ધ લોકો માટે દરરોજ બે ટાઈમ ટિફિન સેવા આપવામાં આવે છે. જેથી તેઓ આરામદાયક વૃદ્ધાવસ્થા તથા પોષણ યુક્ત આહાર મેળવી શકે.

શ્વેતક્રાંતિ દ્વારા રોજગારી

શ્વેતક્રાંતિ દ્વારા રોજગારી    ગામમાં દૂધની ડેરી શરૂ કરવામાં આવેલ છે જેથી ગામના પશુપાલકોને આવક પણ પ્રાપ્ત થાય અને ઉચ્ચ ગુણવતાયુક્ત દૂધ ગામના અને અન્ય લોકોને મળી રહે.

ગૌશાળા તથા નંદીપુરમ

ગૌશાળા તથા નંદીપુરમ ગામમાં ગાયો માટે ગૌશાળા તથા નંદી માટે નંદિપુરમની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં તેમને સમય અનુસાર સૂકો તથા નીલો ચારો આપવાની પણ અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

હરિયાળી ક્રાંતિ

મનુષ્યની જેમ ફળનો પણ વંશવેલો સાચવવાનો પ્રયત્ન અંજાર તાલુકાના શ્રી નગા વલાડિયા ગામના સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ દ્વારા તારીખ 16/07/2022 ના સવારે વૃક્ષારોપણ માટે ગામના લોકોમાં છાંયો આપતા ઝાડ તેમજ ફળના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દરમિયાન શ્રી દેવઈબેનનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે છાંયો આપતા વૃક્ષોનું વાવેતર તો બધા કરે છે પણ …

હરિયાળી ક્રાંતિ Read More »