The joint collaboration of Gandhidham Chamber of Commerce, Nagavaladiya Gram Panchayat, NilAgri and the Gujarat Government’s i-hub sounded the conch shell of technology, value addition and organic revolution at the Farmer Empowerment Fair.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, નગાવલાડીયા ગ્રામ પંચાયત, નીલએગ્રી તથા ગુજરાત સરકારના i-hub ના સંયુક્ત સંયોજનથી ખેડૂત સશક્તિકરણ મેળામાં ટેકનોલોજી,વેલ્યુ એડીશન અને ઓર્ગેનિક ક્રાંતિનો શંખનાદ ફૂંકાયો.

આયોજીત કાર્યક્રમમાં ખેડૂત સશક્ત બને હાલના ડીજીટલ યુગમાં વધુને વધુ સારૂ ઉત્પાદન, ઓર્ગેનિક ઉત્પાદન, ફળદ્રુપ જમીન ,પાણીની ગુણવતા , ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ, ઉત્પાદિત માલના સંગ્રહ તથા ટ્રાન્સપોટેશનમાં આધુનિક ડીજીટલ પદ્ધતિનો ઉપયોગ, અલગ અલગ પ્રકારના ખાતરની ગુણવત્તા વગેરે અન્ય અનેક બાબતો પર રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, નીલકંઠ ગ્રુપના ચેરમેન શ્રી અરજણભાઈ કાનગડ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ, અંજાર તાલુકા ના સરપંચશ્રીઓ , ચેમ્સેબર ઓફ કોમર્સની ટીમ,સેતુ સંગઠનની ટીમ, કચ્છ મહિલા વિકાસ ટીમ તથા અંજાર તાલુકાના અનેક ગામના ખેડૂતો આ સેમિનારમાં હાજર રહ્યા હતા. ખુબ જ મહેનતુ અને ઉત્સાહી ખેતીના ઉત્પાદકોએ અલગ અલગ પ્રોડક્ટના સ્ટોલ લગાડી લોકોને વધુને વધુ જાણકારી પીરસવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *