



































અંજાર તાલુકાના શ્રી નગવાલાડિયા મચ્છોયા આહીર સમાજ 27 માં સમૂહ લગ્ન મહોત્સવ
નગા વલાડીયા ના સરપંચ શ્રીમતી દેવઈબેન કાનગડ દ્વારા નવી પહેલ. કરિયાવરમાં દીકરીના અભ્યાસ અને અન્ય કલાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા.
ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના મંત્રી શ્રી ત્રિકમ ભાઈ દ્વારા નવદંપતીને આશિષ સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ શ્રીમતી દેવઈબેન અરજણભાઈ કાનગડ પરિવાર દ્વારા 26 વર્ષથી સમૂહ લગ્ન થાય છે જેમાં ગયા વર્ષથી દીકરીઓને અભ્યાસ તેમજ પોતાના કાર્યકાળ દરમિયાન જે પણ પરીક્ષાઓ આપી હોય એના સર્ટિફિકેટ આપવાનું નવું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દીકરીઓને કરિયાવર જેમાં દર દાગીના તેમજ કિચન નો સર્વે સામાન તેમજ દીકરીઓએ જે પોતાની આવડત મુજબ જે પણ પરીક્ષાઓ પોતાના કાર્યકાળ દરમિયાન અભ્યાસ રમતગમત અનેજે ટ્રેનિંગ લીધી હોય સીવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ,કે ભરતકામ,ની તેવા તમામ પ્રકારોના લગ્ન ના દિવસે કરિયાવર સાથે સર્ટીફીકેટો પણ આપવામાં આવે છે
તેમનું માનવું છે કે દાગીના, કપડા, ફર્નિચર તો બધા આપતા જ હોય કરિયાવરમાં પણ સાચું કરિયાવર તો તે દીકરી માં રહેલી આવડત છે. કે દીકરીમાં જે કડા હોય જે આવડત હોય એના કારણે એ ભવિષ્યમાં કોઈપણ જાતની જરૂરિયાત ઊભી થાય તો એ પોતાના પતિ સાથે ખભે ખભા મિલાવી અને પોતાનું ઘર સંસાર સારી રીતે ચલાવી શકે માટે આ પ્રથા શરૂ કરી છે .
જે નગાવલાડીયા ના સરપંચ શ્રીમતી દેવઈ બેન કાનગડે બે વર્ષથી આ નવી પ્રથા નું સરસ મજાનું આયોજન કરેલ છે તેમજ મેરેજ સર્ટિફિકેટ પણ લગ્ન મંડપમાં લગ્ન સમયે જ વરઘોડિયાઓને આપવામાં આવે છે
કચ્છમાં મચ્છોયા આહીર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે 27 માં સમૂહ લગ્ન મહા મહિના ની વદ પાંચમના પવિત્ર દિવસે પરંપરાગત રીતે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ સમૂહ લગ્ન આયોજન સમાજની એકતા સંસ્કૃતિ અને પરસ્પર સાથ સહકાર ના ઉદ્દેશથી કરવામાં આવે છે સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમાજના અનેક યુવક યુવતીઓ વેદિક વિધિ સાથે લગ્ન સંબંધમાં બંધાય છે લગ્ન વિધિમાં સમાજના વડીલો આગેવાનો સગા સંબંધીઓ તેમજ મહેમાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ ધાર્મિક રીતે રિવાજો ભજન કીર્તન અને સામુહિક આશીર્વાદ સાથે ઉજવવામાં આવયો હતો આ સમૂહ લગ્ન મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળે છે તેમજ સમાજમાં સમરસ્તા અને ભાઈચારો વધે છે મછહર્યા આહિર સમાજ દ્વારા વર્ષોથી આ પરંપરા જાળવી રાખવામાં આવે છે જે સમાજની સંગઠન અને શક્તિ અને સંસ્કારોનું ઉત્તમ ઉદાહરણ છે
