






નગાવાલાડીયા ગ્રામ પંચાયતમાં 24 ડીસેમ્બર, 2025 ના દિવસે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વિષય મનરેગા [MANREGA] ને સ્થાને લાગુ થનાર નવી કાનૂની વ્યવસ્થા G RAM G ACT, 2025 અમલમાં મુકવામાં આવ્યો છે તેના વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. જેમાં મનરેગા યોજનામાં વર્ષમાં 100 દિવસ કામ આપવામાં આવતું હતું તેના બદલે G RAM G વિકસિત ભારત આજીવિકા મિશનમાં 125 દિવસ કામ આપવામાં આવશે તથા રોજગારી પણ તે જ દિવસે ચૂકવી દેવામાં આવશે.
આ નવી યોજના મુજબ ગ્રામસભામાં જ કરવાના કામોનું આયોજન કરવામાં આવે . પંચાયત સાથે જોડાઈ ગામના રોડ રસ્તા, જળ સુરક્ષા, સૌચાલય, પર્યાવરણને લગતા કામો, ખેતીવાડીના કામો વગેરે અનેક કામોનો સમાવેશ કરવામાં આવશે. વહીવટી ખર્ચ 6% થી વધારીને 9 % કરી શકાશે. G RAM G સાથે MANREGA યોજના પણ ચાલુ રાખવામાં આવશે.
ગ્રામસભામાં સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટીશ્રી ક્રિષ્નાભાઈ સુંઢા, સભ્યો તથા ગ્રામજનો જોડાયા હતા.
