


નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવા ગામમાં સ્નેહમિલનનું આયોજન.
નવા વર્ષની શરૂઆતમાં સર્વેને શુભેચ્છા પાઠવી તેમની સાથે ગામમાં થતી દરેક સામાજિક, આર્થિક તથા શારીરિક પ્રવૃતિમાં હવે આવનારા સમયમાં કેટલા અને કયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે તે બાબતે ચર્ચા કરાઈ. કઈ રીતે ગ્રામજનોને વધુ માં વધુ સારી સેવા આપી શકાય તે બાબતે વિચારણા કરવામાં આવી. અંતમાં ભગવાનના સત્સંગ સાથે ભજન ગાઈ બધા છુટા પડ્યા.
