




નગાવલાડીયા પ્રાથમિક શાળામાં વાલી, શિક્ષક, સમિતિ સભ્ય મીટીંગનું આયોજન
ત્રિમુખી સંચાલન : વિદ્યાર્થી + શિક્ષક + વાલી
મીટીંગમાં થયેલ ચર્ચાના મુદ્દા:
- બાળકો રજાચિઠ્ઠી લાવતા થઇ ગયા.-આચાર્ય
- બાળકોને જાપાનીઝ ટેકનોલોજીની સમજણ આપી અને સાથે સાથે પોતાનું કામ પોતે કરતા શીખવાની સમજણ અપાઈ.- આચાર્ય
- પરીક્ષા નજીક હોવાથી લખીને અને વાંચીને વધુને વધુ સારી તૈયારી કરવાની સમજ અપાઈ.-શિક્ષક
- બાળકોને જે હોમેવોર્ક આપવામાં આવે તે લેખિતમાં આપવામાં આવે તેવી રજૂઆત.- વાલી
- જન્મદિવસ, શ્રાધ્ધ કે અન્ય પ્રસંગે શાળામાં બાળકોને નુકશાન કરે કે બગાડ થાય તેવી વસ્તુ આપવાને બદલે ફળ આપવા અથવા ફાળો આપવો જેમાંથી શાળામાં બાળકોને ઉપયોગી રમત ગમતના સાધનો લઇ શકાય.કે શાળામાં જરૂરી સંસાધનો વસાવી શકાય.- સરપંચશ્રી
- હવે પછીની વાલી મીટીંગમાં બાળકોએ પરીક્ષા દરમિયાન લખેલા પેપર વાલીને બતાવવામાં આવશે જેથી વાલી બાળકોના અભ્યાસ બાબતે સજાગ બને.-આચાર્ય
