










નગા વલાડીયા ગ્રામ પંચાયત તથા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના આદિપુર શાખાના Pitman’s Gas Appliances L P G સુરક્ષા કલીનીક દ્વારા ગેસના બાટલાના ઉપયોગ બાબતે જાગૃતિ લાવવા નગા વલાડીયામાં કાર્યક્રમ યોજાયો. જેમાં ગેસના બાટલાના ઉપયોગ તથા તેની સાથે સંલગ્ન સાધનોના ઉપયોગ બાબતે શાખાના કર્મચારીઓ દ્વારા ખુજ જ જરૂરી એવી સમજુતી આપવામાં આવી હતી તથા ગામના દરેક ગ્રાહકોના KYC પણ આદિપુર શાખા દ્વારા ગામમાં જ કરવામાં આવ્યા હતા. જેથી ગ્રામજનોને કોઈ પણ જાતની અગવડ ન પડે અને KYC કરવાનું કાર્ય જડપી બન્યું હતું.
