Entrance ceremony organized by Nagavaladiya Primary School

નગાવલાડીયા પ્રાથમિક શાળા આયોજીત પ્રવેશોત્સવ

દર વર્ષની જેમ તારીખ 26/06/2025 ના રોજ નગાવલાડીયા પ્રાથમિક શાળામાં ખૂબ જ ઉત્સાહભેર પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા કક્ષાએથી શ્રી જે. સી. રાવલ સાહેબ, સંઘળ શાળાના શિક્ષક વિશાલભાઈ પટેલ, નગાવલાડીયાના સરપંચ તથા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહાસચિવ શ્રી દેવઈબેન કાનગડ, SMC ના સભ્યો તથા ગ્રામજનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિધ્યાર્થીઓ જોડાયા હતા.આ કાર્યક્રમમાં શાળાના વિધ્યાર્થી મરંડ વૃષ્ટિ શામજીભાઇ એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષે તથા મરંડ જયદીપ જગદીશભાઇ એ સામાજિક ઉત્થાન વિષે સારી માહિતી પીરસી હતી. સરપંચશ્રી તથા પધારેલ મહાનુભાવોના હસ્તે નવા પ્રવેશ મેળવેલ બાળકોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા  વર્ષ દરમિયાન થયેલ દરેક પ્રવૃતિ માટે બાળકો તથા તેમના વાલીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જિલ્લા અધિકારી રાવલ સાહેબ દ્વારા બાળકો, શિક્ષકો તથા ગ્રામજનોને વિધ્યાભ્યાસ માટે મહત્વપૂર્ણ સમજ આપી હતી. તથા સરપંચશ્રી દેવઈબેન એ પણ વાલીઓને જાગૃત થવા કહ્યું હતું.  

શાળા પ્રવેશોત્સવ ઉપરાંત પધારેલ મહેમનોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું જેમાં દરેક SMC ના સભ્યો તથા ગ્રામજનો જોડાયા હતા. જિલ્લા કક્ષાએથી આવેલ રાવલ સાહેબે શાળા ઉપરાંત ગામમાં આવેલ આંગણવાળી અને અન્ય જગ્યાની પણ મુલાકાત લીધેલ હતી.

1 thought on “Entrance ceremony organized by Nagavaladiya Primary School”

  1. Jitendra Raval

    It was a pleasure to visit the school during Shala Praveshotsav. I was truly impressed by the excellent infrastructure and the welcoming environment. The proactive involvement of the Sarpanch in school and village development is commendable — such leadership plays a vital role in shaping a brighter future for our children and community.”
    DPO- Kachchh

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *