Malaria diagnosis camp organized at Nagavaladiya Health Department

નગાવલાડીયા આરોગ્ય વિભાગમાં મેલેરિયા નિદાન કેમ્પનું આયોજન

PHC- માથકના સબ સેન્ટર નગાવલાડીયામાં મેલેરિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ શ્રી દેવઈબેન કાનગડ હાજર રહી કેમ્પનો લાભ લીધો અને ગામના વધુ ને બધુ લોકો આ કેમ્પનો લાભ લે તે માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. તથા આવેલ તમામ વ્યક્તિના બીપી, ડાયાબિટિશ,હિમોગ્લોબિન તથા તાવની તપાસ કરવામાં આવી હતી. તથા અન્ય બીમારી માટે પણ દવા આપવામાં આવી. આ કેમ્પમાં લેબોરેટરી ટેક્નિશિયન મનીષાબેન, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રવિનાબેન રતોજા, ફિમેલ હેલ્થ વર્કર પૂજાબેન બકુત્રા પૂજાબેન, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર પ્રદીપભાઈ ગોસાઇ, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર વી. કે. સુમડ, આશા ફેસિલિટર અનસૂયાબેન, આશા વર્કર અશ્મિતાબેન હાજર રહ્યા હતા.

નગાવલાડીયા ગામ TBમુક્ત ગામ છે તથા હાલની પરિસ્થિતિ મુજબ મેલેરિયા મુક્ત સાથે સ્વસ્થ ગામ જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *