District level Women and Child Development Officers visits Nagavaladiya Gram Panchayat and Balika Panchayat

જિલ્લા કક્ષાએથી નગાવલાડીયા ગ્રામ પંચાયતની વિઝિટ

કચ્છ જિલ્લા વિકાસ અધિકારી કચેરીથી તારીખ 19/04/2025 ના રોજ મહિલા તથા બાળ વિકાસ અધિકારી શ્રી ક્રિષ્નાબેન ભુડિયા (SFAL-સેલ્ફ ફાઇનાન્સ લિટ્રસી ) તથા શ્રી ફોરમબેન વ્યાસ (DMC – ડિસ્ટ્રિક્ટ મિશન કો ઓર્ડીનેટર) એ અંજાર તાલુકાના અમુક પસંદગી પામેલ ગ્રામ પંચાયતમાંથી નગાવલાડીયા ગામની મુલાકાત લીધી હતી. તેમનો મુખ્ય ઉદેશ્ય બાલિકા પંચાયતની મુલાકાતનો હતો.

        અધિકારીશ્રીઓએ નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ , બાલિકા સરપંચ શ્રી ક્યાંના આહીર તથા પંચાયત અને બાલિકા પંચાયત સભ્યો સાથે ગ્રામ વિકાસ બાબતે ઘણી બધી માહિતીની આપલે તથા ચર્ચા વિચારણા કરી. તથા લાઇબ્રેરી, આંગણવાડી, પ્રાથમિક શાળા, અને આરોગ્ય વિભાગની મુલાકાત લીધી હતી. અધિકારી બહેનો દ્વારા બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યોને જોડાયેલ ક્ષેત્રમાં હવે કઈ રીતે આગળ વધવું તે બાબતે પ્રેરણા આપવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *