In Maharashtra exposure visit organized by kmvs and rscd, 10 women sarpanches of Kutch including Devai ben Kangad visited.

KMVS તથા RSCD આયોજીત ટ્રેનિંગ ના ભાગરૂપે કચ્છના દેવઇબેન કાનગડ સહિત 10 મહિલા સરપંચોએ મહારાષ્ટ્રના અલગ અલગ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી.3 દિવસીય આયોજનમાં પ્રથમ દિવસે RSCD દ્વારા દરેકનું સ્વાગત તથા મહિલાઓની પંચાયતિરાજમાં ભાગીદારી વિષે ચર્ચાનું આયોજન હતું. બીજા દિવસે ગ્રામ પંચાયતની મુલાકાતમાં કિસાલ ગ્રામ પંચાયત જ્યાં ગામમાં દરેક કાર્ય મહિલા સરપંચ તથા મહિલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે.તેની મુલાકાત લીધી અને ત્રીજા દિવસે મુંબઈ દર્શનનું આયોજન હતું.

                 આ ત્રણ દિવસીય આયોજનમાં KMVS ના યોગેશભાઈ તથા તેમની ટીમે ખૂબ જ સહકારની ભાવના સાથે પોતાની જવાબદારી નિભાવી હતી. તથા દરેક મહિલા સરપંચોએ ખૂબ જ સારી એવી જાણકારી મેળવી અને પોતાના ગામમાં એ પ્રવૃતિ કરી પોતાના ગામ અને સમાજને આગળ લઈ જવા ઉપયોગી માહિતી મેળવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *