













































સરપંચ શ્રી દેવઇબેન કાનગડનો ઉચ્ચતમ વિચાર “સમૂહલગ્નનાં કરિયાવરમાં બતાવ્યું નવપરિણિત દિકરીઓમાં રહેલું ટેલેન્ટ”
કચ્છના નગાવલાડીયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહલગ્ન થાય છે. આ વર્ષે 26 માં સમૂહલગ્ન મહોત્સવમાં સરપંચ શ્રી દેવઇબેનએ ગામમાં જે દિકરીઓના લગ્ન હતા તેમના કરિયાવરમાં કપડાં, દાગીના,ફર્નિચર જેવી વસ્તુઓ સાથે દીકરીના અભ્યાસના સર્ટિફિકેટ તથા અન્ય કોર્ષમાં કે સ્પર્ધામાં મેળવેલ સર્ટિફિકેટ અને મેડલ પણ સજાવીને રખાવ્યા હતા. સરપંચ શ્રી દેવઇબેનનું વિચારવું એવું છે કે દીકરીને કરિયાવરમાં શું આપ્યું એનાથી વિશેષ મહત્વનું છે દીકરીમાં રહેલું ટેલેન્ટ બતાવવાની. દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ભણતરની દિશામાં આગળ વધારવા માટે આ એક અનોખો પ્રયોગ છે. સાથે સાથે દીકરીના માબાપને પણ ભણતર બાબતે પ્રોત્સાહિત કરી સજાગતા લાવવાનો આ પ્રયાસ છે.દેવઇબેનનું કહેવું છે ધન્ય છે એ માંબાપ જે પોતાની દીકરીને ગામમાં,સમાજમાં,દેશમાં આગળ આવવામાં મદદ કરે છે.
નગાવલાડીયા ગામની વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે જે તેની મુખ્ય વિશેષતા છે. જે લગભગ આખા ગુજરાતમાં ક્યાંય નથી. એ છે સમૂહલગ્નમાં એ જ દિવસે એ જ મંડપમાં લગ્ન પૂર્ણ થયા બાદ તે લગ્ન મંડપમાં જ નવ પરિણીતને રજીસ્ટારની હાજરીમાં લગ્ન સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવે છે.
સમૂહલગ્નનું સમગ્ર આયોજન અરજણભાઇ સધાભાઈ રામજીભાઇ કાનગડ , તેજાભાઈ રમાભાઈ દાનાભાઈ કાનગડ તથા બચુભાઈ દેવજીભાઈ ઝાટીયા દ્વારા કરવામાં આવે છે. અને આયોજીત સમૂહ લગ્નમાં દર વર્ષે કઈકને કઈક નવીનતા જોવા મળે છે.
