



ડાકોરધામ




પાવાગઢ





સ્ટેચ્યુ ઓફ યુનિટી ,વડોદરા




પોઇચા









સાયન્સ સિટી , અમદાવાદ


નગા વલાડીયા ના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ દ્વારા કન્યા કેળવણી માટે કરાયો નવતર પ્રયોગ.
દરેક શાળા કોલેજમાથી બાળકોને પ્રેરણા મળે કૈંક નવું શીખવા જાણવા મળે તે હેતુથી પ્રવાસ આયોજન કરવું એ શિક્ષણનો એક ભાગ છે. પરંતુ સરપંચશ્રી દેવઈ બેન એ પોતાના ગામની 16 વર્ષથી 30 વર્ષ સુધીની મહિલા દીકરીઓને પ્રેરણા મળે, સ્વનિર્ભર બને, નીડર બને, બહાર નીકળી સંસ્કૃતિ જાણે તથા પોતાના પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું હતું.
આખા નગા વાલાડિયા ગામમાંથી 105 જેટલી મહિલા દીકરીઓ આ પ્રવાસમાં જોડાઈ હતી. પ્રવાસ આયોજનમાં પણ દરેક સ્થળમાંથી નવા વિષયો જાણી શકાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ ડાકોર જ્યાં કહેવાય છે ડાકોરના ઠાકોર એવા આરાધ્ય દેવ શ્રીરણછોડજી ના દર્શન તથા ધાર્મિક માહિતી મેળવી. ત્યાંથી પાવાગઢ જઈ ધાર્મિક સાથે એક ટ્રેકિંગ પોઈન્ટ તરીકે સ્પોર્ટ્સના વિષયની મજા માણી ત્યારબાદ વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા જ્યાં ઐતિહાસિક માહિતી સાથે જંગલ સફારી પાર્કમાં અનેક ખુલ્લા મેદાનમાં રમતા પશુ પક્ષીઓને નિહાળયા છેલ્લે અમદાવાદ, સાયન્સ સિટીમાં વૈજ્ઞાનિક પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી . આમ અલગ અલગ વિષયોની જાણકારી સાથે દરેક મહિલા દીકરીએ બહાર નીકળી તેમનો પહેરવેશ કેવો હોવો જોઇએ,તેમની ભાષા કેવી હોવી જોઇએ તથા નીડર બનીને મજા માણવા વિશેની દરેક બાબતો પર દેવઈ બેનએ કન્યા કેળવણીના ભાગરૂપે આ પ્રેરણા પ્રવાસ નું આયોજન કર્યું હતું.
નગા વાલાડિયા ગ્રામ પંચાયતે નિલકંઠ સોલ્ટ ગ્રુપ, ગાંધીધામના સહયોગથી આ ત્રણ દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું હતું.જેમાં 2 બસ તથા દરેક સ્થળે રહેવા અને જમવાની સગવડ નિલકંઠ સોલ્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.
પ્રવાસમાં મહિલા દીકરીઓએ ખૂબ જ મોજ મસ્તી અને ઉત્સાહ સાથે પ્રેરણાtmak કેળવણી મેળવી.
