JAMNA MA SPORTS TRUST AND NAGA VALADIYA SARPANCH SHREE DEVAIBEN KANGAD ORGANIZED WOMEN PREMIER LEAGUE PRACTICE CAMP NOVEMBER – 2024

WPL PRACTICE CAMP DAY – 1

WPL PRACTICE CAMP DAY – 2

WPL PRACTICE CAMPDAY – 3

WPL PRACTICE CAMP DAY – 4

BLESSINGS OF PUJYA BHAI SHREE TO WOMEN ATTACHED TO WPL PRACTICE CAMP AND SILVER JUBILEE CELEBRATION OF “SAHAKAR KUTIR “

WPL PRACTICE CAMPDAY – 5

“OUR SUCCESS STORY”

જમણા માં સ્પોર્ટ્સ ટ્રસ્ટ તથા નગા વલાડીયાના સરપંચ શ્રી દેવઇબેન અરજણભાઇ કાનગડ આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રેક્ટિસ કેમ્પ- NOV,2024.

તારીખ 6/11/2024 થી 10/11/2024 દરમિયાન WPL પ્રૅક્ટિસ કેમ્પમાં આખા ગુજરાતમાંથી 200 ની આસપાસ મહિલા/દીકરીઓ જોડાઈ હતી. મે,2025 માં યોજાનાર મહિલાઓ માટેની ફાઇનલ મેચની તૈયારી માટે આ પ્રૅક્ટિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 દિવસ દરમિયાન રાજ્ય કક્ષાએથી ટ્રેનરને બોલાવવામાં આવ્યા હતા તથા મહિલા/દીકરીઓની 16 ટીમ બની હતી.

આ પાંચ દિવસ દરમિયાન દરેક માટે આવાજવાનું ટ્રાન્સ્પોર્ટેશન ,રહેવાની તથા જમવાની દરેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

તારીખ 9/11/2024 ના WPL માં જોડાયેલ દરેકને આશીર્વચન આપવા પૂજ્ય ભાઇશ્રી પધાર્યા હતા. તથા આ સાથે નગા વલાડીયા સ્થિત મંડળીને 25 વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જ્યુબીલીની ઉજવણીમાં સહકાર કુટિરમાં નવી ATM સુવિધાનું શુભારંભ પૂજ્ય ભાઈશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય શ્રી અંજાર, શ્રી વલ્લમજીભાઈ હુંબલ સરહદ ડેરી ચેરમેન, તેજાભાઈ રમાભાઇ કાનગડ કચ્છ મચ્છોયા આહીર સમાજના પ્રમુખ,શંભુભાઈ મયાત્રા બીજેપી પ્રમુખ, સેતુ અભિયાનના કાર્યકર્તા,કચ્છ મહિલા વિકાસ સંગઠનના કાર્યકર્તા,અંજાર તાલુકા સરપંચ સંઘના કાર્યકર્તા તથા આજુબાજુના ગામના સરપંચશ્રી આ શુભકાર્યમાં પધાર્યા હતા.

પાંચ દિવસ દરમિયાન મહિલાઓ ઘરકામના વેલણથી કપડાં ધોવાના ધોકા સુધી અને હવે એ ધોકાથી આગળ વધી બેટ બોલના બેટ સુધી પહોંચી છે. WPL કેમ્પ દરેક માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું હતું.

સરપંચ શ્રી દેવઇબેન કાનગડના સ્વપ્નનું WPL પ્રેક્ટિસ કેમ્પ એ પ્રથમ પગથિયું છે. હજી પણ આ દીકરીઓ ઊંચી ઉડાન ભરે તે માટે દેવઇબેન સતત તત્પર છે.

1 thought on “JAMNA MA SPORTS TRUST AND NAGA VALADIYA SARPANCH SHREE DEVAIBEN KANGAD ORGANIZED WOMEN PREMIER LEAGUE PRACTICE CAMP NOVEMBER – 2024”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *