











ગણેશ વિસર્જન 2024
ગણેશ વિસર્જન સમયે સરપંચ શ્રી દેવઈબેન કાનગડએ મહિલા સશક્તિકરણનું એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું.
સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ નગા વલાડીયા ગામમાં શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગણેશ વિસર્જન સમયે નારણપરથી લક્ષ્મી બેન્ડ ટીમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં 25 થી 30 મહિલાઓ દ્વારા તેમના બેન્ડના સથવારે રથયાત્રાનું આયોજન કરી તે મહિલાઓને દેવઈ બેન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા તેમની પ્રવૃતિ અને ઉત્સાહ જોઈ ગામની મહિલા દીકરીઓ બહાર નીકળે અને નવી નવી પ્રવૃતિઓ શીખીને સ્વરોજગારી મેળવે તે માટેની સમજ સરપંચ શ્રી દેવઈબેન દ્વારા આપવામાં આવી હતી.લક્ષ્મી બેન્ડની ટીમથી નગાવલાડીયા ગામના લોકો ખૂબ જ આનંદિત થયા હતા.
