






















નગા વલાડીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દેવઈબેન કાનગડ દ્વારા ફળના વૃક્ષો સાથે ઔષધીઓના રોપાનું વિતરણ કરવામાં આવ્યું.
અંજાર તાલુકાના નગાવલાડિયા ગામમાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડની નવી પહેલ.
આજના સમયમાં અનેક બીમારીઓ વધી રહી છે ત્યારે આવા સમયમાં સ્વાસ્થ્યને નુકસાન કરતા દવાઓના બદલે ઘર આંગણે જ ઔષધીઓ વાવી તેનું સેવન કરી અને સ્વાસ્થ્યનું રક્ષણ કરવું તથા દવાઓ વાળા ફળોના સેવન કરવાને બદલે પોતાના ઘરે જ ફળ ના રોપા વાવી અને તેનો આહારમાં ઉપયોગ થાય તે હેતુથી ગામમાં અલગ અલગ અનેક ફળ અને ઔષધીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું.
લીમડો પીપળો જેવા છાયાનો આપતા વૃક્ષોનું તો બધા વૃક્ષારોપણ કરતા હોય છે પરંતુ દેવઈબેન ના વિચાર મુજબ ફળોના વૃક્ષો વાવવાથી લોકોને તથા પક્ષીઓને બંનેને સારો પોષણયુક્ત આહાર મળી રહે છે.
દેવઈબેનના આવા સુંદર વિચારમાં ગામના લોકો સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
