new librery opening ceremony

નગા વલાડીયા ગ્રામ પંચાયત, સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ પુસ્તકાલયનું શુભારંભ, બાલિકા પંચાયતના સભ્યો નું સન્માન, મહિલા સશક્તિકરણ ના ભાગરૂપે સીવણ, બ્યુટી પાર્લર, તથા કમ્પ્યુટરના ક્લાસના સર્ટિફિકેટના વિતરણ સાથે મહિલાઓને સન્માનિત કરાયા.

અંજાર તાલુકાના નગા વલાડીયા ગામના લોકો ઊંચી ઉડાન ભરવા સક્ષમ બને તે માટેનું પ્રથમ પગથિયું એટલે લાયબ્રેરી.સરપંચ શ્રી દેવઈબેન દ્વારા શિક્ષણના અને વાંચનના પ્રવાહમાં ક્રાંતિ આવે તે માટે નવી લાયબ્રેરી નો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નીલકંઠ ગ્રુપના ચેરમેન ગામના આગેવાન શ્રી અરજણભાઈ કાનગડ, ગ્રામ પંચાયતનાં સભ્યો તથા સર્વે ગ્રામજનો હાજર રહ્યા હતા. આગેવાન શ્રી અરજણ ભાઈ કાનગડ દ્વારા લાયબ્રેરીનો સાચો અર્થ તથા તેના યોગ્ય ઉપયોગ વિશેની સમજણ ગામના યુવાનોને અપાઈ હતી.

નગા વલાડીયા ગ્રામ પંચાયત તથા આહિર સોલ્ટના સહયોગથી આ લાયબ્રેરી બનાવવામાં આવી છે.

આપણી ભાવિ પેઢી દેશના કાર્યભાર સંભાળવા સક્ષમ બને તે હેતુથી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ નગાવલાડિયા ગામમાં બાલિકા પંચાયતના સભ્યોની રચના કરવામાં આવી છે તથા તે દરેક સભ્યોને પોતાના પદ પર ગર્વ નો અનુભવ થાય તે માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે બાલિકા પંચાયતના દરેક હોદ્દેદારોને તેમના કાર્ય વિશેની સમજણ આપવામાં આવી.

મહિલા સશક્તિકરણ માટે હંમેશા તત્પર રહેનાર દેવઈ બેનએ  ગામમાં ફરીયે ફરીયે “ચાય પે ચર્ચા” અંતર્ગત ગામની મહિલા દીકરીઓના રસના વિષય જાણ્યા અને દરેકને તેમની ઈચ્છા મુજબના ત્રણ મહિનાના ક્લાસીસ કરાવ્યા જેમાં કમ્પ્યુટર ક્લાસ, સીવણ ક્લાસ તથા પાર્લરના ક્લાસમાં લગભગ 100 જેટલી મહિલાઓ જોડાઈ અને સારું એવું જ્ઞાન મેળવ્યું હતું. ફક્ત ક્લાસીસ કરાવવા એ દેવઈબેનનો ઉદ્દેશ્ય નથી. મહિલાઓને તેમના રસ ધરાવતા વિષયમાં જ્ઞાન પીરસી તેમને સ્વરોજગારી મળી રહે તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ 100 જેટલી મહિલાઓને ગ્રામ પંચાયત દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા જેથી તે સર્ટિફિકેટ તેને ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ રહે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *