




અંજાર તાલુકાનું નગાવલાડિયા ગામ એટલે “the advance village” માં બાલિકા પંચાયતની રચના.બાલિકા સરપંચ ગોલ્ડ મેડાલિસ્ટ ક્યાના આહિર.
સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ નગાવલાડિયા ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી જેમાં સરપંચના પદ પર ક્યાના બ્રીજ આહિર, ઉપસરપંચના પદ પર યશ્વી કલ્પેશભાઈ ચૈયા તથા સભ્ય પદ પર જરૂ દિવ્યા શામજીભાઈ, ઉન્નડ માહીરા અબ્દુલભાઈ, સોલંકી જ્યોતિ દેવાભાઈ, મરંડ નિધિ કરશનભાઈ, કાનગડ શિવાની રામજીભાઈ, કાનગડ શાંતિ પરબતભાઈ તથા જાટિયા અંજલી બાબુભાઈ ની નિમણૂક કરવામાં આવી છે. જેમાં બાલિકા સરપંચ ક્યાંના આહીરે સ્વિમિંગમાં ત્રણ રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ રાજ્ય કક્ષાએ તથા 19 તાલુકા કક્ષાએ મેડલ મેળવેલ છે તથા ઉપસરપંચ પદ પર યશ્વી ચૈયા જેને અંગ્રેજી ગ્રામર તથા સ્પોર્ટ્સમાં રાજ્ય કક્ષાએ મેડલ મેળવેલ છે.
બાલિકા પંચાયતની રચનામાં સરપંચ શ્રીદેવઈબેન કાનગડ,તલાટી શ્રી ક્રિષ્નાભાઈ સૂંઢા તથા આંગણવાડી વિભાગના શિલ્પાબેન રાજગોર જોડાયા હતા. નગા વલાડીયા ગામમાં વર્ષોથી સુશાસન ચાલી રહ્યું છે ત્યારે હવે સરપંચ શ્રી દેવઈબેન ને સાથ આપશે બાલિકા સરપંચ ક્યાના બ્રિજ આહિર.
દેવઈબેન કાનગડના નગાવલાડિયા ગામ માટે સજાવેલા સપના પૂર્ણ કરવા બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો પ્રથમ દિવસથી જ તત્પર છે. બાલિકા સરપંચ તથા સભ્યોએ શરૂઆતથી જ પોતાની જવાબદારી સંભાળવાની તત્પરતા દાખવી છે તથા એક એક વોર્ડની જવાબદારી સંભાળી લીધેલ છે. ગામની દીકરીઓને દરેક પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવી તથા આંગણવાડી, પ્રાથમિક શાળા, આરોગ્ય વિભાગ વગેરેની જવાબદારી લેવા સપથ લીધેલ છે.
