health checkup camp in naga valadiya

સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા નગા વલાડીયા ગામમાં મેલેરિયા તથા અન્ય ચેકઅપ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ. બંસીબેન ખેરડીયા (મેડિકલ ઓફિસર),મનીષા ચંદેરા (લેબ ટેક્નિશિયન), વેણીરામ સુમણ (મલ્ટીપર્પસ હેલ્થ વર્કર), બકુત્રા પૂજાબેન (ફિમેલ હેલ્થ વર્કર),રવીનાબેન રતોજા (કોમ્યુનિટી હેલ્થ ઓફિસર),અનસૂયાબેન ગૂસાઈ (આશા ફેસિલિટર) તથા અશ્મિતાબેન મરંડ (આશા વર્કર) જોડાયા હતા.

                 ચોમાસામાં મેલેરિયા જેવી બીમારી વધુ થાય છે.અને બહુ ઝડપથી ફેલાય છે. તેથી વરસાદ પહેલા જ ચેકઅપ કેમ્પ રાખવામાં આવે છે જેથી કદાચ કોઈ એક વ્યક્તિમાં પણ એ જોવા મળે તો તેને પહેલાથી જ અટકાવી શકે જેથી તે વધુ ના ફેલાય. મેલેરિયા તાવની જાગૃતી સાથે ગામના બધા લોકોના હિમોગ્લોબિન તથા ડાયાબિટિશ ના પણ ચેકઅપ કરવામાં આવ્યા હતા અને જરૂરી સારવાર તથા માહિતી આપવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *