culture vision [bhajan sandhya]

સંસ્કૃતિ જાળવવાનો નગા વલાડીયાના સરપંચ શ્રીનો પ્રયાસ

નગા વલાડીયા ગામના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડે સંસ્કૃતિ જાળવવાના નવતર પ્રયોગમાં વિશ્વ વિખ્યાત કલાકાર શ્રી અનિરૂદ્ધ આહિર તથા નગા વલાડીયાની કલાકાર દીકરી ઝાટીયા ગીતા સાથે ગામમાં ભજન સંધ્યાના કાર્યક્રમમાં ગામમાં સંસ્કૃતિ દર્શન કરાવ્યા હતા. આજના સમયમાં જ્યાં હિન્દી અને અંગ્રેજી ગીતોથી લોકો પ્રભાવિત થાય છે ત્યારે શ્રીમતી દેવઈબેન કાનગડ દ્વારા આજની યુવા પેઢીને ભજન સંધ્યામાં પરોવી અને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર ગામમાં એકતાના પ્રતીક રૂપે 1500 જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તથા ગામના લોકોએ કલાકાર સાથે ખૂબ જ ઉત્સાહ સાથે ધૂમ મચાવી હતી. સમગ્ર ગામ જમણવાર તથા ભજન સંધ્યાનું આયોજન ગામના સરપંચશ્રી તથા નીલકંઠ સોલ્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *