AGRICULTURE AND ENVIRONMENT AWARENESS SEMINAR

        નગાવલાડીયા મધ્યે યોજાયો આધુનિક ખેતી અને પર્યાવરણ વિષયક એક દિવસીય સેમિનાર

નગાવલાડિયા ગ્રામ પંચાયત અને કચ્છ પર્યાવરણ સંઘના સંયુક્ત ઉપક્રમે નગાવલાડીયા ગામે આધુનિક ખેતી અને પર્યાવરણ જાગૃતિ અંગેનો એક દિવસીય સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં આધુનિક ખેતીને લગતી ચર્ચાઓ તેમજ વિવિધ પ્રોજેક્ટ્સનું  નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં હાઇડ્રોફોનિક ખેતી , ઉત્પાદક જમીન, જમીનની તાશિર તથા રાસાયણિક ખાતર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પર્યાવરણ સંઘ દ્વારા કચ્છના પર્યાવરણની જાળવણી અને વિકાસને અનુરૂપ વિવિધ પ્રવૃત્તિઓની સૂચિ નક્કી કરાઇ હતી. વધુમાં ભુજ ખાતે કચ્છ પર્યાવરણ સંઘનું કાર્યાલય શરૂ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સંઘના અરજણ ભાઈ કાનગડ, હિંમતસિંહજી વસણ, પ્રહલાદસિંહજી ગોહિલ, ડૉ.પ્રેમજીભાઈ પટેલ, હીરાલાલભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ટૂંક સમયમાં ભુજ ખાતે કચ્છ પર્યાવરણ સંઘની બેઠક બોલાવવાનું પણ સર્વાનુમતે નક્કી કરાયું હતું. શુભેચ્છકોમાં કાંતિભાઈ પટેલ, પ્રેમજીભાઈ સોરઠીયા   ઉપસ્થિત રહ્યા હતા ને આ સેમિનાર દ્વારા પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

આધુનિક ખેતીના વિવિધ આયામો જેવા કે હાઇડ્રોપોનિક ફાર્મિંગ, નેપિયર ઘાસની ખેતી, પામ ઓઇલની ખેતીનું પ્રત્યક્ષ નિદર્શન કરીને સૌ પ્રભાવિત થયા હતા. કચ્છ પર્યાવરણ સંઘ હરહંમેશ નવા નવા વિષયો સાથે અને ખેતીમાં આધુનિકીકરણ દ્વારા જે તકો રહેલી છે તેની લોકો સાથે ચર્ચાઓ પણ ગોઠવે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષા ચોથાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *