“ADARSHINI”

શ્રીમતી દેવઈબેન અરજણભાઈ કાનગડ રાષ્ટ્રીય સચિવ શ્રી, રાષ્ટ્રીય સરપંચ સંઘને “આદર્શીની “ તરીકે સન્માનવામાં આવ્યા.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મહિલા પાંખ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. તેમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સરપંચ સંઘના રાષ્ટ્રીય સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધ એડવાન્સ વિલેજ નગાવલાડીયા ગ્રામ સચિવાલયના અતિથિ વિશેષ શ્રી દેવઇબેનને ઉપનામ આપવામાં આવ્યું છે “આદર્શીની” .દેવઈબેનમાં એ દરેક ગુણ છે જે આ નામને સાર્થક કરે છે. 04/03/24 થી 09/03/24 સુધીની આ ઉજવણીમાં અંજાર તાલુકાના નગાવલાડીયા,બીટા વલાડીયા (ઉગામણાં), બીટા વલાડીયા (અથમણાં), માથક,વીરા,સંઘડ,રામપર તથા ગાંધીધામ તાલુકાના ટપ્પર,વરસામેડી,ભીમાસર,અજાપર,ચાંદરણી,સતાપર વગેરે ગામના સરપંચશ્રી,સભ્ય શ્રી તથા ગ્રામજનો આ ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ મહિલા સશક્તિકરણ માટેનો હતો. કચ્છ મહિલા વિકાસ સંગઠનના લતાબેન સચદે તથા યોગેશભાઈ ગરવા દ્વારા પધારેલ સમસ્તને જીવન ઉપયોગી ગૃહિણી અને સાથે બિસનેસ વુમેન બનવા માટેની સારી એવી કળા શીખવવામાં આવી હતી. જીવનમાં ધ્યેય નક્કી કરો એ ધ્યેયને સિધ્ધ કરવા સંઘર્ષ કરો અને પોતાના પરિવારને સાથે રાખી એ ધ્યેયની સિધ્ધી હાસિલ કરો.શ્રી દેવઈબેન કાનગડ દ્વારા ખૂબ જ પ્રેરણાદાયી સંબોધન કરવામાં આવ્યું હતું.   

1 thought on ““ADARSHINI””

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *