












ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે women wings દ્વારા રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ international women week ઉજવવામાં આવ્યું છે. તેમાં સતાપર,ભીમાસર,અજાપર,ચાંદરણી,વરસામેડી,ટપ્પર વગેરે અનેક ગામના સરપંચ શ્રી,સભ્યો તથા ગ્રામજનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોપાલ નગરમાં કરવામાં આવ્યું હતું. કચ્છ મહિલા વિકાસ સંગઠનના સભ્ય શ્રી યોગેશભાઈ ગરવા દ્વારા મહિલા સશક્તિકરણ માટેની ખૂબ જ ઉપયોગી અને સારી એવી સમજ પીરસાઈ હતી.
