WOMEN EMPOWERMENT

નગાવલાડીયા ગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના women wings દ્વારા international women week નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સશક્તિકરણના ઉદેશ્યથી નગાવલાડીયા,બીટાવલાડીયા(ઉગામણાં), બીટાવલાડીયા(અથમણાં),વીરા,માથક,રામપર,સંઘડવગેરે અન્ય ગામોને આવરી લઈ તારીખ 04/03/2024 સોમવારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ રહ્યા હતા. કચ્છ મહિલા વિકાસ સંગઠનના સભ્ય શ્રી યોગેશભાઈ ગરવા દ્વારા ઉપસ્થિત સર્વેને અને ખાસ તો મહિલાઓને પોતાના પગભર થવા,સ્વયંને ઓડખવા તથા દરેક કાર્યમાં પરિવારને સાથે રાખીને કરવા બાબત સારી એવી માહિતી પીરસી હતી.દેવઈબેન દ્વારા મહિલા ઉત્કર્ષ માટે સંબોધન કરવામાં આવ્યું હતું.પધારેલ દરેક ગામના લોકોએ ખૂબ જ સારી અને જીવનમાં ઉપયોગી સમજ મેળવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *