NAGAVALADIYA GRAM SABHA

નગાવલાડીયા ગ્રામસભા

સરકારશ્રી ના આદેશ મુજબ તારીખ ૨૯/૦૨/૨૦૨૪ ગુરુવારના સવારે ૧૧:૦૦ વાગ્યે નગાવલાડીયામાં ગ્રામ સભાનું સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ તથા તલાટીશ્રી ક્રિષ્નાભાઈ સૂંઢા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો જોડાયા હતા. ગ્રામસભાનું મુખ્ય ઉદેશ્ય (PDI)પંચાયત વિકાસ સૂચક આંક પોર્ટલની માહિતી ગ્રામજનોને આપવા તથા PDI ને બહાલી આપવા માટેનું હતું. તલાટીશ્રી ક્રિષ્નાભાઈ દ્વારા PDI વિષેની સમગ્ર માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. તથા સરપંચશ્રી દ્વારા ગ્રામજનો સાથે અન્ય જરૂરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.ગ્રામસભામાં વધુ ને વધુ મહિલાઓ જોડાયા હતા.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *