



ધાર્મિક કાર્યમાં વપરાયેલ શ્રીફળનું ખેતીમાં સદુપયોગ
“મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત નગા વલાડીયા ગામમાં આવેલ દેવસ્થાનોમાં શ્રીફળ વધેરી છોતરાં નદીમાં વહાવી દેવાની પ્રથા હતી. તેથી તે પ્રથા બંધ કરાવી જે ખેડૂત અનાજ પકવતો હોય તેના ખેતરમાં દેવસ્થાને વધેરેલા શ્રીફળના છોતરાં તે ખેતરમાં ભેળવવામાં આવે અને તેનું ખાતર થાય ત્યારબાદ એ ખાતરમાંથી જે અનાજ ઊગે તે અનાજ દેવસ્થાનનો પ્રસાદ કહેવાય એવી વાત ગામના લોકોને સમજાવી નદીમાં વહી જતાં છોતરાં બંધ કરાવી પ્રદૂષણ નિયંત્રણ કરવું અને છોતરાંનો સદુપયોગ થાય તેવો આગ્રહ વ્યક્ત કર્યો.
