


















સંગીત અને ચિત્રકામ વર્ગની તાલીમ
ગામમાં દીકરીઓને તેમની આવડત અને ઇચ્છા અનુસાર સંગીતની તાલીમ અપાવવામાં આવે છે. હાલમાં સંગીતની તાલીમ અપાવવામાં આવી તથા નવરાત્રીમાં ગાવાનો લાભ પણ આપવામાં આવ્યો,ગામની દીકરીઓની પ્રતિભાને તક પૂરી પાડી.
ગામમાં નવરાત્રીમાં ભાઈઓ ગાય અને રમે ત્યારબાદ બહેનો CD લગાવી તેના પર રમે તેમાં બદલાવ લાવી હવે બહેનોને પણ સ્ટેજ પર ગાવાનો લાભ આપવામાં આવ્યો. તે ઉપરાંત ગામમાં અન્ય કાર્યક્રમ જેવા કે ધનતેરસ પૂજાની મહાઆરતીમાં પણ ગામની દીકરીઓને જ ગાવાનો લાભ આપવામાં આવે એવી શરૂઆત કરી.31 ડિસેમ્બર,2023 ના રોજ તેમનામાં રહેલી સંગીતની કળાને ખિલવા મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં 10 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની બહેનો તેમાં જોડાઈ હતી અને નોંધનીય બાબત એ રહી હતી કે તેમાં એક પ્રજ્ઞાચક્ષુ દીકરીએ પોતાના સૂરીલા રાગ સાથે ભગવાન શ્રીરામને આમંત્રણ આપતું ગીત ગયું હતું જેનાથી બધા ખૂબ જ પ્રભાવિત થયા હતા.










