હરિયાળી ક્રાંતિ

મનુષ્યની જેમ ફળનો પણ વંશવેલો સાચવવાનો પ્રયત્ન

અંજાર તાલુકાના શ્રી નગા વલાડિયા ગામના સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ દ્વારા તારીખ 16/07/2022 ના સવારે વૃક્ષારોપણ માટે ગામના લોકોમાં છાંયો આપતા ઝાડ તેમજ ફળના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ દરમિયાન શ્રી દેવઈબેનનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે છાંયો આપતા વૃક્ષોનું વાવેતર તો બધા કરે છે પણ ફળના વૃક્ષોનું વાવેતર કરવાથી તે મનુષ્યની સાથે સાથે પક્ષીઓને પણ ખોરાક માટે ઉપયોગી થાય. અને આપણાં સ્થાનિક જે વૃક્ષો કે ફાળો છે તેનું વિતરણ કરી અને તેનું વાવેતર કરવામાં આવે તો તેનો વંશવેલો પણ વધારી શકાય. શ્રી દેવઈબેનએ ગામના લોકોને નિઃશુલ્ક અલગ અલગ રોપાનું વિતરણ કરી અને તેનું જતન કરવાની સમજણ આપી અને ગામના લોકોએ પણ સારો સાથ સહકાર આપ્યો હતો. વૃક્ષરોપણમાં આંબા, ચીકુ, જામફળ, વગેરે અન્ય વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *